Billboard ad 1150*250

મોરબીના અગત્યના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો, અન્યથા જન આંદોલન કરાશે

0 122
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આમ આદમી પાર્ટીએ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું

Post ad 3

        મોરબી શહેર આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવીને શહેરના અગત્યના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે અને પ્રશ્નો ના ઉકેલાય તો જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

        આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના અગ્રણીઓએ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૭-૦૫-૧૯ ના રોજ પ્રજાહિતના પ્રશ્નો અંગે પત્ર આપેલ પ્રજાના અગત્યના પ્રશ્નો હોવા છતાં કોઈ લેખિત પ્રતિભાવ આપેલ નથી જેથી મોરબી પાલિકાના સત્તાધીશોને નાગરિકોની કોઈ ચિંતા રહી ના હોય તેવું લાગી રહ્યું છે મોરબી નગરના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક ઉકેલવામાં નહિ આવે તો તા. ૦૪-૦૬-૧૯ થી જન હક આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

ક્યાં પ્રશ્નો ઉકેલવાની કરી છે માંગ ?

  • એ ગ્રેડની મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર નિયુક્ત કરાવો
  • મોરબી શહેરના મુખ્ય માર્ગોને તાત્કાલિક નવા અથવા સારી રીતે રીપેર કરાવો
  • શહેર હાલ ઉકરડા નગરી તરીકે પ્રખ્યાત થયું છે જેથી શહેરમાંથી ઉકરડા નાબુદ કરવા
  • નગરપાલિકા દ્વારા નળ મારફતે આવતું પાણી શુદ્ધિકરણ કરાવો
  • શહેરના ઘણા વિસ્તારોમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટ ૨૪ કલાક ચાલુ રહે છે જે બંધ કરાવો
  • કોમર્શીયલ ઉપયોગમાં લેવામાં આવતી બિલ્ડીંગની છતો ખુલ્લી કરાવો
Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat