

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ઇન્ડિયન મેડીકલ એશો. મોરબી બ્રાંચના ડોકટરોએ ધરણા કર્યા હતા. અહિંસાના પુજારી એવા ગાંધીજીની જન્મજયંતી નિમિતે આઈએમએના સભ્યોએ પોતાની પડતર માંગણીઓ અંગે સરકાર પગલા લે તેવી માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા યોજ્યા હતા. સરદાર બાગ નજીક આઈએમએના સભ્યોએ ધરણા કરી હોસ્પિટલ માં થતી હિંસા રોકવા સહીતની માંગણીઓ અંગે શાંતિપૂર્ણ રીતે ધરણાં કર્યા હતા જેમાં આઈએમએના ડો. જયેશભાઈ સનારીયા સહિતના હોદેદારો પણ જોડાયા હતા.