


ઇન્ડિયન મેડીકલ એશો. ની મોરબી બ્રાંચ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી નિમિતે પલ્સ એન્ડ ઈમ્પલ્સ નામે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી છાત્રાલય હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં આઈએમએના પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, સેક્રેટરી ડો. અંજનાબેન ગઢિયા અને ખજાનચી ડો. જયેશભાઈ સનારીયા તેમજ એશો.ના સભ્યો અને તેના પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આઈએમએના વાર્ષિક મહોત્સવની ઉજવણી નિમિતે યોજાયેલા સમારોહમાં નૃત્ય ડાંસ , ગરબા ઉપરાંત એકપાત્રીય અભિનય, નાટક અને લઘુ નાટકમાં સભ્યોના પરિવારે ભાગ લીધો હતો તે ઉપરાંત ગીત સંગીત, વાદ્યવાદન, દુહા, છંદ, ભજન સહિતના કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જે વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઇનામો આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

