


કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા NMC બીલના વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેને પગલે આજે ડોકટરોએ બે કલાક હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો
સરકારના એન.એમ.સી. બીલના વિરોધમાં સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી આઈ.એમ.એ દ્વારા વિરોધ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ ન મળતા આજે દેશવ્યાપી આંદોલનમાં મોરબી આઈ.એમ.એના ડોકટરો પણ જોડાયા હતા. ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચના પ્રમુખ સુનીલ અખાણી અને સેક્રેટરી જે.એલ. દેલવાડીયાની આગેવાનીમાં ખાનગી ડોકટરોએ બે કલાક હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો

