



તાજેતરમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂ ૨૦૦૦ ની ચલણી નોટ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તમામ ૨૦૦૦ રૂપિયાની નોટો બેંકમાં જમા કરાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે જોકે ૩૦ સપ્ટેમ્બર સુધી રૂ ૨૦૦૦ ની નોટ ચાલુ રહેવાની છે છતાં મોરબીની ફાઈનાન્સ કંપનીએ ગ્રાહક પાસેથી ૨૦૦૦ ની નોટ લેવાનો ઇનકાર કરી દીધો હતો
મોરબીના યોગીનગરમાં રહેતા યુવરાજસિંહ વાઘુભા જાડેજાએ સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ IIFL ફાઈનાન્સ કંપનીમાંથી ગોલ્ડ લોન લીધી હતી યુવરાજસિંહે રૂ ૫૫ હજારની લોન લીધી હતી અને તેઓ આજે લોનની ભરપાઈ કરવા ગયા હતા જ્યાં તેઓએ ૨૦૦૦ રૂપિયાની ૧૦ નોટ અને બીજી અન્ય ચલણી નોટો આપી હતી ત્યારે કંપનીના કર્મચારીએ રૂ ૨૦૦૦ ની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો તેમજ ગ્રાહકે ટેરીટરી મેનેજર સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ પણ ઉપરથી સુચના ના હોય તેમ જણાવી નોટ લેવા ઇન્કાર કર્યો હતો અને RBI માં ફરિયાદ કરવાનું પણ જણાવ્યું હતું
તો આ મામલે ટેરીટરી મેનેજર ભાવિનભાઈ મહેતાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરથી કોઈ સ્પષ્ટ ગાઈડ લાઈન આવી નથી જેથી નોટ લેવાનો ઇનકાર કર્યો છે તેમજ તેની કંપની નોન બેન્કિંગ ફાઈનાન્સ સેક્ટરની હોવાનું જણાવ્યું હતું એટલું જ નહિ તેના ઉપરાંત અન્ય આ પ્રકારની કંપનીઓ પણ ૨૦૦૦ ની નોટ લેતી ના હોવાનું તેઓએ જણાવ્યું હતું



