Billboard ad 1150*250

શું તમે પણ પથરીની પીડાથી પીડાવ છો તો આપવાનો ઘરેલું ઉપાય,જાણો વધુ …..

0 170
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


સામાન્ય રીતે મોટાભાગ ના લોકો આ પથરી ની સમસ્યા માંથી એકવાર તો પસાર થઈ જ ચૂકયા હોય પરંતુ , જો આ સમસ્યા નુ નિદાન કરાવ્યા બાદ પણ તે વારંવાર ઉદભવતી હોય તો આ વિશે અવશ્ય વિચારવું પડે. આ થવા પાછળ નું કારણ શરીર માં જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તેમાં રહેલું કેલ્શિયમ શરીર માં યોગ્ય પ્રમાણ માં પ્રાપ્ત થતું નથી જેથી કીડની અને મૂત્રાશય ની યોગ્ય રીતે સાફ-સફાઈ થતી નથી.

Post ad 2


આજે આપણે આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે ના ઉપચાર વિશે ચર્ચા કરીશું. કીડની સાથે અનેક પ્રકાર ની સમસ્યાઓ સંકળાયેલી હોય છે જેમકે , કીડની માં દર્દ , મૂત્ર માં બળતરા , મૂત્ર વધુ કે ઓછું આવવું વગેરે. આ સમસ્યાઓ માંની એક સમસ્યા છે કીડની માં પથરી થવી. હાલ કીડની માં પથરી થવાની સમસ્યા થી અનેક લોકો પીડાઈ રહ્યા છે. આયુર્વેદ માં કુલ્થી ને કીડની ની પથરી ની સમસ્યા ને દૂર કરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.


કુલ્થી ને ગુજરાતી માં કળથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કુલ્થી એ એક પ્રકાર નું કઠોળ છે. કુલ્થી એ આયુર્વેદીક ગુણો થી ભરપૂર છે જે આ કીડની ની પથરી ને દૂર કરવા માટે સક્ષમ છે. કુલ્થી ના સેવન થી વાત અને કફ પણ નિયંત્રણ માં રહે છે. આ ઉપરાંત કુલ્થી યકૃત ને લગતી સમસ્યાઓ નું નિવારણ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.


કુલ્થી ની ઔષધિ બનાવવા ની વિધિ :સૌપ્રથમ ૨૫૦ ગ્રામ કુલ્થી લઈને તેમાંથી કાંકરા બહાર કાઢીને તેને યોગ્ય રીતે સાફ કરી લ્યો. ત્યાર બાદ આ કુલ્થી ને રાત્રે ૩ લિટર પાણી માં પલાળી દો. પરોઢે ઉઠીને આ મિશ્રણ ને એક પાત્ર માં ઉકળવા માટે મૂકી દો. આ મિશ્રણ ને ત્યાં સુધી ઉકાળો જયાં સુધી પાણી ૧ લિટર જેટલું ના થઈ જાય. ત્યાર બાદ ૩૦-૫૦ ગ્રામ ઘી માં તેનો વઘાર કરો. આ વઘાર માં થોડું સિંધવ નમક , કાળા મરી , જીરું , હળદર વગેરે ઉમેરવું. તો તૈયાર છે તમારી પથરીનાશક ઔષધિ.દિવસ માં એક વખત ભોજન ની જગ્યાએ આ સૂપ નું સેવન કરવું. આ પ્રયોગ એક થી બે વીક સુધી અજમાવવા થી કીડની તથા મૂત્રાશય માં રહેલી પથરી વગર ઓપરેશને બહાર આવી જાય છે. જો કોઈ વ્યક્તિ આહાર ગ્રહણ કર્યા વગર ના રહી શકતું હોય તો આ સૂપ ની સાથે એક રોટલી નું સેવન કરી શકો. આ સૂપ નું નિયમિત સેવન કરવાથી કિડની ના સોજા માં પણ રાહત મળે છે. આ ઉપરાંત કમરદર્દ દૂર કરવા માટે પણ કુલ્થી લાભદાયી સાબિત થાય છે.


જયારે તમે પથરી ની સમસ્યા થી પીડાતા હોવ તે દરમિયાન કાકડી , તરબૂચ , ચૌલાઈ નું શાક , મૂળો , આંબળા , અનાનસ , જવ , બથુઆ , મગની દાળ , ગોખરું વગેરે વસ્તુઓ નું સેવન કરવું લાભદાયી ગણાય છે. આ ઉપરાંત આ સમસ્યા થી પીડાતા હોવ ત્યારે પાલક , ટામેટા , રીંગણા , અડદ , ચોખા , સૂકો માવો , ચા , મદિરા વગેરે વસ્તુઓ ના સેવન ટાળવું. જો તમે કુલ્થી ના પાણી ને સવારે , બપોરે તથા સાંજે ભૂખ્યા પેટે ૨૫૦ ગ્રામ ના પ્રમાણ માં સેવન કરો તો તમને પથરી ની સમસ્યા માં અવશ્ય લાભ થાય છે તથા નવી પથરી બનતા અટકે છે. તો એક વાર આ ઉપાય ને અવશ્ય અજમાવજો.આવતા રવિવારે ફરી મળીશું એક નવી આયુર્વેદિક માહિતી સાથે ત્યાં સુધી રાજ પરમાર ને રજા આપશો…


દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..


નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI  લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.
રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) – 97 22 666 44 2

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat