Billboard ad 1150*250

ઓનલાઈન શોપિંગ કરો છો તો ચેતી જજો, મોરબીના શિક્ષકને થયો આવો અનુભવ…

એમેઝોન કંપનીમાંથી ઈલેક્ટ્રોનિક ગેઝેટ મંગાવ્યું પાર્સલ ખોલ્યું તો કાચની બરણી નીકળી

0 2,814

આજકાલ યુવાનોમાં ઓનલાઈન ખરીદીનો મોહ જોવા મળતો હોય છે ઘરે બેઠા જ જીવનજરૂરી તેમજ મોજશોખની ચીજવસ્તુઓ યુવાન ઓનલાઈન મંગાવતા હોય છે જોકે ઓનલાઈન ખરીદીમાં અનેક વખત ગ્રાહકો છેતરાતા હોય તેવા કિસ્સા પણ બનતા રહે છે જેમાં તાજેતરમાં મોરબીના એક શિક્ષક યુવાને ઈલેક્ટ્રોનિક ગેઝેટ માટે ઓર્ડર કરી ઓનલાઈન મંગાવ્યું હોય જેનું પેમેન્ટ કરી દીધું હતું જોકે પાર્સલ ખોલીને જોયું તો કાચની ૩ બરણી નીકળી હતી અને હવે કંપની રીફંડ આપવા તૈયાર નથી

મોરબીમાં રહેતા શિક્ષક યુવાન વિરેનભાઈ પટેલે બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઇ સકે તેવું ડીજીટલ પેનટેક ઓનલાઈન મંગાવ્યું હતું એમેઝોન કંપની મારફત તેમને ડીજીટલ પેનટેક માટે ઓર્ડર કરી પેમેન્ટ ચૂકવી દીધું હતું જેની ડીલીવરી તેમને ગત તા. ૧૦-૦૫ ના દિવસે મળી હતી પરંતુ પાર્સલ ખોલીને ચેક કરતા તેમાં ડીજીટલ પેનટેક ના હતું અને કાચની ૩ બરણી હતી ડીજીટલ પેન ટેક માટે શિક્ષકે ૬૩૦૦ રૂપિયાની રકમ ચૂકવી હોય જેથી તેમને આ અંગે કંપનીમાં ફોન કર્યા હતા

જેમાં યોગ્ય જવાબો મળ્યા ના હતા તો અનેક વખત રજૂઆત કરવા જતા આખરે કંપનીએ અમારું પાર્સલ વ્યવસ્થિત જ હતું અમે ચેક કરીને જ પાર્સલ રવાના કરીએ છીએ હવે તમને રિપ્લેસમેન્ટ કે પછી રીફંડ નહિ આપી શકીએ તેવો ઉડાઉ જવાબ આપી દીધો છે અને મેલમાં આવો જવાબ મળ્યો હતો જેથી યુવાન નિરાશ થયા છે ૬૩૦૦ ની રકમ ચૂકવીને ડીજીટલ પેન ટેક મંગાવ્યું હતું જોકે તેમને સામાન્ય કાચની ૩ બરણી પાર્સલમાં મળી હતી જેથી હવે તેઓ ગ્રાહક અદાલતનો દરવાજો ખખડાવવા પણ તૈયારી કરી રહયા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat