મોરબી નજીકના રસનાળ ગામનો રોડ નહી બને તો ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

મોરબી નજીકના રસનાળ ગ્રામ પંચાયતે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લેખિત આવેદન મોકલીને રજૂઆત કરી છે કે જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગામથી મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામને જોડતો ૬ કિમી નોન પ્લાનિંગ રસ્તો મંજુર કરવા વખતો વખત રજૂઆત કરવામાં આવી છે. પંચાયત દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી રોડ મુદે રજૂઆત કરવામાં આવી રહી છે. આ મામલે કાલાવડના ધારાસભ્ય અને ટંકારાના ધારાસભ્યને રજુઆત કરીને ગ્રામજનો કંટાળી ગયા છે. ગામમાં ૧૦૮ તથા સરકારી બસ જેવી સુવિધાથી ગામ હજુ વંચિત છે. આસપાસના આઠ ગામોને જોડતો મુખ્ય રસ્તો પણ તૂટેલી હાલતમાં હોય જેથી ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેથી હવે ગ્રામજનોએ લડી લેવાનો મુડમાં છે આ છ કિમી નોન પ્લાનિંગ રોડ મંજુર કરવામાં નહિ આવે તો આવનારી વિધાનસભા ચુંટણી ૨૦૧૭ નો બહિષ્કાર કરવામાં આવશે તેવું ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે

Comments
Loading...
WhatsApp chat