

મોરબી પાસ સમિતિ દ્વારા પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયા સાથે અન્ય ચાર કન્વીનરોને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ અટકાયત બાબતે જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા જે રીતે યોગ્ય તપાસ કર્યા વગર હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયાની ધરપકડ કરી ૧૨ કલાક સુધી તેમના પરિવારને પણ જાણ કરેલ નથી અને પોલીસ દ્વારા જે હિટલર શાહીનું વર્તન કરે છે તેનો વિરોધ કરીએ છીએ તેમજ ગુજરાત સરકારને હારવાનો ડર હોવાથી ચુંટણી પાછી ધકેલવા માટે ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે જે પ્રયાસો થઇ રહ્યા છે તેની નિંદા કરીએ છીએ અને ગુજરાત સરકાર દ્વારા જે રીતે પોલીસ તંત્રનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની નિંદા કરીએ છીએ.
તેમજ અંતે ચીમકી આપતા જણાવ્યું હતું કે જો હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયાણ અને તેની સાથે અન્ય કન્વીનરોની ધરપકડ કરી છે તેમને મુક્ત કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જલત આંદોલન કરવામાં આવશે અને જે સ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી ગુજરાત હિટલર સરકારની રહેશે.