Billboard ad 1150*250 Billboard ad 1150*250

પગાર વધારા સહિતની માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર લડતની શિક્ષકોની ચીમકી

મોરબી તાલુકા અને જીલ્લાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા પગાર વધારા જેવી માંગણીઓને લઈને મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધને આવેદન આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ આર.ટી.ઇ.2009 મુજબ બે વિભાગ પાડવામાં આવ્યા છે. પરંતુ ધોરણ-૧ થી ૮ શિક્ષણ એકમને યથાવત રાખવામાં આવેલ છે હાલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની લાયકાત મુજબ 9300 થી 34800+4200 પગાર ધોરણ છઠ્ઠા પગાર પંચ મુજબ મળવું જોઈએ અને આર.ટી.ઈ.-2009 મુજબ પ્રાથમિક વિભાગના શિક્ષકોથી ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોના કામના કલાક અને કામના દિવસો નું પ્રમાણ પણ વધારે છે. રાજસ્થાન ,મહારાષ્ટ્ર ,દમણ અને મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર સંચાલિત બન્ને વિભાગમાં પગાર ધોરણ અલગ છે. સરકાર દ્વારા આગામી તારીખ 30/4/2018 સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સમય મર્યાદા નક્કી કરવાની માંગણી અને નક્કી કરેલા સમય મર્યાદામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા ,રેલી જેવા કાર્યક્રમો આપી ઉગ્ર લડત આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મોરબી જિલ્લા ના પ્રમુખ મણિલાલ સરડવા તથા કાર્યાઘ્યક્ષ રમેશભાઈ જાકાને મોરબી તાલુકાના પ્રમુખ સંદિપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાનિયા,મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિતેશ રંગપડીયા અને મહામંત્રી શિવલાલ કાવર તથા મોરબી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો જોડાયા હતા.

Comments
Loading...
WhatsApp chat