ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો ત્રણ વર્ષનું વેતન આપે તો ખેડૂતોની કર્જમાફી શક્ય બને

માળિયામાં ખેડૂતોએ ધારાસભ્યોને પત્ર લખી નોંધાવ્યો વિરોધ

માળિયાના સાત ગામના ખેડૂતો પાક્વીમાં અને સિંચાઈના પાણીની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે જેમાં આજે માળિયામાં સાત ગામના ખેડૂતોએ પાવડા વડે નિષ્ફળ ગયેલા પાક ઉખાડી ફેંક્યા હતા સાથે જ ગુજરાતના તમામ ધારાસભ્યને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે

ગુજરાત કિશન સંગઠનની રાહબરી હેઠળ આંજે માળિયા તાલુકાના ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી અને તમામ ૧૮૨ ધારાસભ્યોને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે ખેડૂત ગર્વભેર કર્જ મુક્ત બને તે માટે ઘણી રજુઆતો કરી છે અને યોગ્ય નિર્ણય આવ્યો નથી જેથી આજે ખેડૂતોએ તમામ ધારાસભ્યોને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષનું વેતન ધારાસબ્યો આપે તો ખેડૂતોના કર્જમાફી શક્ય બને તેમ છે તો શું તમામ ધારાસભ્યો ખેડૂતોના હિતમાં પોતાનું વેતન છોડવા તૈયાર છે અને તમામ ધારાસભ્યો તૈયાર થાય તો ખેડૂતોની કર્જ માફી શક્ય છે જેથી રાજ્યપાલને નમુના મુજબ આપેલ પત્ર લખી સહમતી આપશો જેની એક નકલ અમને મોકલશો તેવી આશા રાખીએ છીએ તેમ પણ જણાવ્યું હતું

પાવડા હાથમાં પકડી નોંધાવ્યો વિરોધ

આજે ખેડૂતોએ હાથમાં પાવડા લઈને વિરોધ કર્યો હતો અને પાવડા ઉપાડતા ખેડૂતોને કલમ ઉઠાવવાનો વારો આવ્યો હોવાનું જણાવી રોષભેર ખેડૂતોએ નિષ્ફળ પાકો ઉખાડી ફેંકી દીધા હતા અને ખેડૂતોને પાક્વીમાં અને કર્જમાફીની માંગ કરી હતી

Comments
Loading...
WhatsApp chat