


જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ કાલે આવતીકાલે મોરબીમાં આવનાર છે જેમાં તેઓ ક્રિકેટ એકેડમી ઓફ પઠાણનું ઉદ્દઘાટન કરશે. આ ઓપનિંગ સેરેમનીમાં બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
મોરબી નજીક હડમતીયા રોડ પર લજાઈ ચોકડી પાસે આવેલી એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ( કેપ ) ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ શરૂ થવા જઈ રહી છે. જેમાં ઉભરતા ક્રિકેટરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે. કેપ ક્રિકેટ એકેડમી ઓફ પઠાણનું ઉદ્દઘાટન આવતીકાલે સવારે ૧૧ કલાકે જાણીતા ક્રિકેટર ઈરફાન પઠાણના હસ્તે કરવામાં આવશે.
આ ઓપનિંગ સેરેમનીમાં પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, અજંતા ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયા અને બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન બી.એચ. ઘોડાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ એલિટ સ્કૂલના સંચાલક કલોલા સાહેબે જણાવ્યું હતું.

