


મોરબી- રાજકોટ હાઈવે પર લજાઈ ગામ પાસે આઈસર અને ટવેરા કાર વચ્ચે અક્સમાત સર્જાયો હતો.અક્સમાતમાં ટવેરામાં સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં અવાય હતા.
મોરબી- રાજકોટ હાઇવે પર લજાઈ ગામ પાસે આજ રોજ વહેલી સવારે આઈસર અને ટવેરા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતા કેમિકલ ભરેલ આઈસર પલટી મારી ગયું હતું જ્યારે ટવેરા કારમાં સવાર આમીન, રાજ અને સંજય નામના વ્યક્તિઓને ઈજાઓ થતા મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અક્સમાત થાત હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામના દર્શ્યો સર્જાયા હતા.

