Billboard ad 1150*250 Billboard ad 1150*250

“મેં જે ઈચ્છ્યું તે નથી મળ્યું” આપઘાત પૂર્વે યુવતીએ લખી સુસાઈડ નોટ, જાણો વધુ

મોરબીના પાડાપુલ પરથી શુક્રવારે એક યુવતીએ નીચે ઝંપલાવ્યું હતું અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરના તરવૈયાઓએ શોધખોળ આદરી છે તેમજ સ્થળ પરથી યુવતીની સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમ તેની ઓળખ થવા પામી છે. પુલ પરથી છલાંગ લગાવનાર યુવતી નીતુ કિશોરભાઈ ભંખોડીયા (ઉ.વ.૧૯) હોવાની અને તે લક્ષ્મીનગર તા. મોરબીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

તેમજ યુવતીએ સુસાઈડ નોટમાં પણ જણાવ્યું છે કે “પપ્પા મમ્મી મને માફ કરશો, મેં જે ઈચ્છ્યું તે મને નથી મળ્યું હું થાકી ગઈ છું. SORRY, ભાઈને ભણાવજો અને બહેનને પણ જોબ કરવા દેજો મારા અંતિમ પગલા બદલ કોઈ પર કેસ ના કરતા”  તેવું સુસાઈડ નોટમાં જણાવ્યું છે. તો બે કલાકથી વધુ સમયની શોધખોળ બાદ યુવતીનો મૃતદેહ મળી આવતા પીએમ માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે તેમજ યુવતીના આપઘાતના બનાવની નોંધ કરી બી ડીવીઝન પોલીસના ઈમ્તિયાઝ જામ અને ઋતુરાજસિંહે વધુ તપાસ ચલાવી છે.

પાયલોટ ટેકનીકલ પોસ્ટ માટે ઉમેદવારી

પાડાપુલ પરથી યુવતીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય જેની રસીદ પણ મળી આવી હતી જે રસીદ પાયલોટ ટેકનીકલ પોસ્ટ માટેની ઉમેદવારીની હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવતીને નોકરી ના મળી તેથી આ પગલું ભર્યું હતું કે અન્ય કોઈ કારણ છે તે જાણી સકાયું નથી તેમજ સુસાઈડ નોટમાં જે ઈચ્છ્યું તે ના મળ્યું તેવો ઉલ્લેખ કર્યો છે જેથી બનાવ અંગેનું કારણ સ્પષ્ટ થવા પામ્યું નથી.

 

Comments
Loading...
WhatsApp chat