



મોરબીના કબીર ટેકરી નજીકના રહેવાસી યુવાનને ત્રણ શખ્શોએ ફડાકાવારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના કબીર ટેકરી વિસ્તારના રહેવાસી કમલેશ ચંદુ સુરેલા (ઉ.વ.૩૨) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ શનિએ આરોપી સાહિલ મહમદ મકરાણીની બહેન સાથે મૈત્રી કરાર કરેલ હોય જેનો રાગ દ્વેષ રાખીને આરોપી સાહિલ મહમદ મકરાણી, મોહસીન મહમદ મતવા અને તોફીક રહે કબીર ટેકરી વાળાએ તેને ફડાકા ઝીંકી ઘર મૂકી જતો રેજે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



