

મોરબી ૧૮૧ ટીમને કોલ આવ્યો હતો કે એક બહેનને તેનો દારૂડિયો પતિ માર મારે છે જે અંગે જાણ થતા ૧૮૧ ટીમના મહિલા કાઉન્સેલર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બહેનના ઘર નજીક પહોંચી તેની સાથે વાતચિત કરતા પરિણીતાએ આપવીતી સંભળાવી હતી કે તેનો પતિ રીક્ષા ચલાવે છે જે દારૂ પીને તેના પર ત્રાસ ગુજારતો હોય એટલું જ નહિ પરંતુ તે અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતો અને પ્રતિકાર કરતા તે મારઝૂડ કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પરિણીતા દારૂડિયા પતિનો ત્રાસ સહન કરતી હોય, ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ મકવાણા અને પાયલટ રમેશભાઈ ભંખોડીયાની ટીમે આરોપી દારૂડિયા પતિને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા ને તેના પતિની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ભોગ બનનાર પરિણીતાને તેના પિયર પક્ષવાળાને સોપવામાં આવી હતી આમ દારૂડિયા પતિની ચુંગલમાંથી પરિણીતાને ઉગારી લેવામાં ૧૮૧ ટીમ નિમિત બની છે.