


ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દંપતીનું બાઈક સ્લીપ થતા પતિનું મૃત્યુ નીપજ્યું હતું તો પત્નીને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ટંકારાના સજનપર ગામે રહેતા ગીરીશભાઈ મોહનભાઈ ફૂલતરીયા ગતા તા.૧ ના રોજ પોતાના મોટર સાઈકલજીજે ૩ પીપી ૫૬૯૬ વાળામાં પોતાની પત્ની કૈલાશબહેન સાથે જતા હોય દરમિયાન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ નજીક બાઈક સ્લીપ થઇ જતા ગીરીશભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી તો પત્નીને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

