” કા તું મારી પત્નીને રાખી લે કા મુક્ત કરી દે” કહી પતિએ હુમલો કર્યો

મોરબીના સામાકાંઠાના રહેવાસી યુવાનને એક શખ્શે તેની પત્ની બાબતે નામ જોડી પરેશાન કરતો હોય જે બાબતે સમજાવવા જતા આરોપીએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

મોરબીના કંડલા બાયપાસ નજીકના રહેવાસી અશોક દેવીપૂજકે ફરિયાદમાં જણાવ્યું છે કે ખાટકીવાસમાં રહેતા રમઝાન મકરાણી પાસે ગયો હોય ત્યારે રમજાને કહ્યું હતું કે તું તારી પત્ની સાથે મારું નામ જોડીને શા માટે મને બદનામ કરે છે ત્યારે રમજાને કહ્યું હતું કે કા તું મારી પત્નીને રાખી લે કા મુક્ત કરી દે તારા કારણે મારા બાળકો હેરાન થાય છે તેમ કહી ઉશ્કેરાઈ ગયેલા રમજાને ગાળો આપી લાકડીથી હુમલો કર્યો હતો અને હાથમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવાનની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat