



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વાંકાનેર પંથકમાં એક મુક બધીર બાળક મળી આવ્યું હતું અને તે કાઈ બોલી સકતો ના હોય જેથી પરિવારથી વિખુટા પડેલા બાળકનો પરિવાર સાથે ભેટો કરાવવા પોલીસે ભારે મથામણ કરી હતી અને આખરે પરિવારને શોધી બાળકનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઢુવા પાસેના નિટકો સિરામિકમાં કામ કરતા રીધીશકુમાર કનૈયાલાલ મોદી (u.વ.૩૫) વાળાએ એક પાંચેક વર્ષના બાળકને પોલીસ મથકે લાવ્યા હતા જેને કોઈ ઓળખતું ના હતું અને કારખાના પાસેથી બિન વારસી હાલતમાં મળી આવ્યાનું જણાવ્યું હતું ત્યારે બાળકને મોરબી મુકામે મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરીટી સંસ્થા સરદાર બાગ ખાતે મોકલેલ
બનાવ અંગે વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ રામભાઈ ચાવડા, અશ્વિનભાઈ મનસુખભાઈ ઝાંપડીયા સહિતના સ્ટાફે સોશ્યલ મીડિયા મારફતે વાલીવારસની શોધખોળ કરી હતી જેમાં બાળકના પિતા હાબુભાઈ શિરદારભાઈ આદિવાસી રહે હાલ લાકડાધાર ગામ તા. વાંકાનેર પાસેના સિરામિક ફેક્ટરીમાં મૂળ એમપી વાળા નું બાળક હોવાનું માલૂમ પડતા તેમજ બાળક મૂંગો હોવાનું જણાવતા બાળકનો ફોટો બતાવતા પિતાએ ઓળખ કરી હતી અને બાળકનો કબજો પિતાને સોપ્યો હતો અને માતાપિતા સાથે બાળકનું મિલન કરાવ્યું હતું ત્યારે પરિવારે વાકાંનેર પોલીસનો આભાર માન્યો હતો



