જોધપર શૈક્ષણિક સંકુલને પુનઃ ધમધમતું કરવા ચિંતન શિબિર યોજાશે

 

મોરબી નજીક આવેલ જોધપર શૈક્ષણિક સંકુલ હોસ્ટેલ સુવિધા સાથે તદન નજીવી ફી માં શ્રેષ્ઠ શિક્ષક આપતા આ સંકુલને પુનઃ ધમધમતું કરવા માટે બુધવારે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જોધપર શૈક્ષણિક સંકુલ અંગેની ચિંતન શિબિર તા. ૦૯ ને બુધવારના રોજ સાંજે ૦૫ : ૩૦ કલાકે ખોખરા હનુમાનજી ધામ બેલા ગામ મુકામે યોજાશે જે ચિંતન શિબિર પ્રવીણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી આર્શીવચન પાઠવશે.

શિબિરમાં માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા પણ હાજરી આપશે. ડો . સતીશ પટેલ સંસ્થા પરિચય સાથે વક્તવ્ય આપશે અને શિબિર બાદ ભોજનની વ્યવસ્થા પણ કરી હોવાનું આયોજકો જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat