રાજ્ય સરકારના વોટર સેવિંગ પ્રોજેક્ટમાં સિરામિક એસો કેવી રીતે કરશે સહયોગ ? જાણો…

ટોઇલેટ ફ્લશ અને વોશ બેસીનમાં વેડફાઈ જતા પાણીને બચાવવા અભિયાન

જળ એ જ જીવન છે અને હાલ એક તરફ જયારે પાણીની કટોકટી સર્જાઈ છે તો બીજી તરફ બિનજરૂરી પાણીનો વેડફાટ થતો હોય છે જેથી પાણીને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વોટર સેવિંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં મોરબી સિરામિક એશો પણ સહયોગ પૂરો પાડી રહ્યું છે.

મોરબી સિરામિક એશોના પ્રમુખ કિરીટભાઈ પટેલ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત વોટર સેવિંગ પ્રોજેક્ટના લોન્ચિંગ સમયે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો સાથે મોરબી સિરામિક એસોના પ્રતિનિધીએ હાજરી આપી હતી અને આ પ્રોજેક્ટમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી

પ્રોજેક્ટ અંગે માહિતી આપતા કિરીટભાઈ પટેલ જણાવે છે કે ટોઇલેટ ફ્લશમાં સફાઈ માટે જે પાણી વેડફાઈ છે તે આધુનિક ટેકનોલોજીની મદદથી બરબાદ થતું રોકી સકાય છે તેવી જ રીતે વોશ બેસિનમાં પણ પાણીનો બિનજરૂરી ઉપયોગ અને વેડફાટ થતો હોય છે જે એવીએટરની મદદથી રોકી સકાય છે અને પાણીની વોશ બેસીનમાં તેમજ ટોઇલેટ ફ્લશમાં થતો વેડફાટ અટકાવી ૬૦ ટકા જેટલી બચત આ ટેકનોલોજીથી કરી સકાય છે રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલું અભિયાન રાજ્ય કક્ષાએ અમલી બનશે તો મોરબી સિરામિક એસો પણ આ અભિયાનમાં સહયોગ પૂરો પાડશે તેમ જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat