

મોરબી જીલ્લા કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી આઈ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ચુંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતાની અમલવારી માટે કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આજે મોરબી જીલ્લાની ટીમે જીલ્લામાં લગાવેલા પોસ્ટર્સ, બેનર્સ હટાવાયા હતા. આજે તંત્રની ટીમ દ્વારા ૮૪ ભીંત ચિત્રો, ભીંત લખાણ, પોસ્ટર્સ ૨૦૦, બેનર્સ ૧૩૬, ઝંડી, પતાકા સહિતના ૫૧૪ મળીને ૯૮૪ બેનરો અને લખાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તે ઉપરાંત જીલ્લાના એક્ઝીટ અને એન્ટ્રી પોઈન્ટ પર આઠ ચેક પોસ્ટ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે જે ચેક પોસ્ટની સંખ્યા આગામી દિવસોમાં ૧૫ સુધી પહોંચી જશે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.