મોરબી જીલ્લામાં કેવી રીતે કરાઈ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ? જાણો…

૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી સમગ્ર વિશ્વને સ્પર્શતી સમસ્યા પર આરોગ્યના વિષયને સાંકળી લઇ થીમ સૂત્ર આપવામાં આવે છે જે થીમના વિષય વસ્તુને અનુલક્ષીને સમસ્યા પ્રત્યે ધ્યાનદોરી તેના ઉકેલ માટે જુદા જુદા જનજાગૃતિ કાર્યક્રમો યોજી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ વર્ષ ૭ મી એપ્રિલ ૨૦૧૮ ના વિશ્વ આરોગ્ય દિનનું સૂત્ર “ યુનિવર્સલ હેલ્થ કવરેજ” , એવરીવન એવરી વ્હેર” હેલ્થ ફોર ઓલ” તેમજ સૌના માટે આરોગ્ય” સૂત્ર સાથે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે મોરબી જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના જુદા જુદા સ્થળોએ ગુરુશિબિર, લઘુશિબિર તેમજ શાળા કોલેજોમાં રેલી, સાહિત્ય વિતરણ અને પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા

તેમજ દર્દીઓ માટે કેમ્પ યોજવામાં આવેલ જેમાં દર્દીઓને બી.પી. તથા ડાયાબિટીસ ની તપાસણી કરેલ આ ઉપરાંત લોકો માં આરોગ્ય બાબત જાગરુકતા આવે તે માટે આરોગ્ય સ્ટોલ તથા પ્રદર્શન ગોઠવવામાં આવેલ. તથા આરોગ્ય જાગરુકતા અંગેનું સાહિત્ય વિતરણ કરવામાં આવેલ.જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.

 

Comments
Loading...
WhatsApp chat