Billboard ad 1150*250 Billboard ad 1150*250

બગથળાના યુવાનનું કેવી રીતે અક્સમાતમાં થયું મોત ? જાણો

મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ દેવ ફનવર્ડ નજીક બગથળા ગામના બે યુવાનો બાઈક લઈને જતા અક્સમાત નડ્યો હતો અને તેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે રહેતા વિનોદ મુળજીભાઈ ચાવડા(ઉ.વ 23) અને હળવદ પીજીવીસીએલમાં એપરેન્ટીસ તરીકે ફરજ બજાવતા હોય આજે વહેલી સવારે નોકરીએ જતો હોય દરમિયાન નાની વાવડી ગામ નજીક આવેલ દેવ ફન વર્લ્ડ પાસે એક મૃત કૂતરા રસ્તા પર પડ્યું હોય જેની પર બાઈક ચઢી જતા બાઈક સ્લીપ થઈ જતા વિનોદને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે બગથળા ગામના રામજીભાઈ વસરામભાઈ પરમાર નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના કાનાભાઈ ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat