Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો, ડેમની સ્થિતિ શું છે? જાણો…

0 381
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે  ત્યારે મોરબી જીલ્લાના રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જીલ્લાના કેટલાક ગ્રામ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે .તેમજ ડેમી ઉપરવાસમાં સારો વરસાદ વરસતા મચ્છુ ૨, મચ્છુ ૩, ડેમી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

મોરબી જીલ્લામાં રાત્રીથી ધોધમાર વારસદ વરસી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છેજથી વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે શહેરના મુખ્ય શનાળા રોડ અને રવાપર રોડ, કાયાજી પ્લોટ, નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.મોરબી જીલ્લામાં સવારના ૮ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૮ એમએમ, ટંકારા ૩૨ એમએમ, વાંકાનેર ૧૬ એમએમ અને માળિયામાં ૨ એમએમ વરસાદ વરસ્યો છે.આજેથી માં અંબાના નવલા નોરતાથી શરુઆત થઇ ચુકી છે ત્યારે જીલ્લામાં વરસાદી માહોલ સર્જાતા નવરાત્રી આયોજકો અને ગરબા પ્રેમીઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે અને મેધરાજાને ખમૈયા કરવા માટે પ્રાથના કરી રહ્યા છે તો મગફળી, કપાસ જેવા પાકો પણ સારા પ્રમાણમાં થતા ખેડૂતોમાં પણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે તેમજ આગામી દિવસોમાં હજુ વધારે વરસાદ વરસે તો લીલો દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામીં શકે છે.

મચ્છુ-૧ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ પડયો હોવાથી હાલમાં ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફલો ચાલી રહ્યો છે મચ્છુ-૧ ડેમ માંથી નીકળતું પાણી મચ્છુ-૨ ડેમ તરફ આવતું હોવાથી મચ્છુ-૨ ડેમના ૫ દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તે ઉપરાંત મચ્છુ ૧ અને બંગાવડી ડેમાના કેચમેટ વિસ્તારમાં વરસાદ હોવાથી ડેમ આ બન્ને ડેમ ઓવરફલો થઇ રહ્યા છે અને મચ્છુ-૩ ડેમના ૩ દરવાજા ૩ ફુટ, ડેમી-૩ના ૬ દરવાજા ૩ ફુટ અને ડેમી-૨ના ૪ દરવાજા ૨ ફુટ ખુલવામાં આવ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat