મોરબી જીલ્લામાં રાત્રી દરમિયાન કેટલો વરસાદ વરસ્યો, ડેમોની સ્થિતિ શું છે ? જાણો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી મોરબીવાસીઓમાં ગેલમાં આવી ગયા છે મોરબી-વાંકાનેર અને માળિયા પંથકમાં રાત્રી દરમિયાન અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે તો ટંકારામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

મોરબી જીલ્લામાં રાત્રીથી સવારના આઠ વાગ્યા સુધીમાં મોરબીમાં ૧૫ એમએમ, વાંકાનેરમાં ૧૪ એમએમ, ટંકારામાં ૩૬ એમએમ, માળીયામાં ૧૩ એમએમ અને હળવદમાં ૬ એમએમ વરસાદ નોંધાયો છે તો આજ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે મોરબી જીલ્લાના ડેમોમાં પણ આવક સારી થઇ છે જેમાં મચ્છુ ૧ ડેમ ૨૯.૪૦ ફૂટ સુધી ભરાયો છે 305 ક્યુસેક આવક ચાલુ છે તથા મચ્છુ ૨ ડેમ ૧૬.૫ ફૂટ ભરાયો છે 300 ક્યુસેક વરસાદી અને ૨૮૭ ક્યુસેક નર્મદાની આવક ચાલુ છે તથા ડેમી ૧ ડેમ ૧૫.૫ ફૂટ ભરાયો છે. મોરબી જીલ્લામાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યી છે તો ડેમમાં પણ નવા નીરની આવક ચાલુ છે જેથી કરીને આગામી સમયમાં પાણીની સમસ્યા હળવી બનશે તો ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જે ખેડૂતો માટે કાચા સોના સમાન છે 

Comments
Loading...
WhatsApp chat