મોરબી જીલ્લામાં રાત્રી દરમિયાન કેટલો વરસ્યો ? જાણો….

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો હતો જેને પગલે અનેક સ્થળ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તો શહેરના રોડ પણ વરસાદને કારણે તૂટી ગયા છે.મોરબી જીલ્લામાં ગતા સાંજના વરસાદે વિરામ લીધો હતો અને ફરી રાત્રીના તોફાની બેટિંગ શરુ કરી હતી .મોરબી જીલ્લામાં છેલ્લા ગત તા.૩૧-૯-૨૦૧૯ ના સાંજના ૬ વાગ્યાથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ૧૬ એમએમ, વાંકાનેર ૫૪ એમએમ, હળવદ ૨૦ એમએમ અને માળીયામાં ૧૨ એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ગરબા પ્રેમીઓ માથેથી ચિંતાના વાદળો દુર થયા હતા અને માં અંબાના બીજા નોરતે યુવક-યુવતીઓ મનમૂકીને ગરબે ધુમ્યા હતા તો ખેડૂતોએ પણ જીવામાં જીવ આવ્યો છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાથના કરી રહ્યા છે

માળિયા અને વાંકાનેર તાલુકામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે અનેક ગામોના રોડ પાણી પાણી થયા હતા તો ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિતા માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

Comments
Loading...
WhatsApp chat