


મોરબીના એક સિરામિક ઉદ્યોગપતિને ફોન પર એક શખ્શે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હોય જે મામલે ઉદ્યોગપતિની ફરિયાદને પગલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
હાલ મોરબી રહેતા અને મૂળ જોડિયા તાલુકાના જશાપર ગામના વતની પ્રવીણભાઈ વલ્લભભાઈ બારૈયા નામના ઉદ્યોગપતિએ વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ તે રાત્રીના સમયે પોતાના મિત્ર કલ્પેશ સાથે કારમાં વાંકાનેર હાઈવે પરથી જતા હોય ત્યારે તેની કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટ્યો હતો અને બાદમાં તેણે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો
જેમાં ફોન કરનાર શખ્શે જણાવ્યું હતું કે આટલી જ વાર લાગે તને અને તારા પરિવારને મારી નાખીશ કહીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી બનાવ અંગે ઉદ્યોગપતિએ કરેલી પોલીસ ફરિયાદને પગલે વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર.ગઢવી અને એસઓજી ટીમ ચલાવી રહી છે અને આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

