ઘાંચી શેરીની જૂથ અથડામણ મામલે પોલીસે કેટલા આરોપીઓને ઝડપ્યા, જાણો

બઘડાટી પ્રકરણ મામલે ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી

મોરબીના નવડેલા રોડ નજીક આવેલ ઘાંચી શેરીમાં સોમવારે રાત્રિના સમયે જુના મનદુઃખનો  ખા રાખી બે જૂથ વચ્ચે મારમારી થઈ હતી અને બંને જૂથના લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. જે પ્રકરણમાં સામસામી ફરિયાદ બાદ પોલીસે બંને પક્ષના મળીને ૧૧ આરોપીની અટકાયત કરી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને ધરપકડનો સિલસિલો ચાલુ કર્યો હતો જેમાં પોલીસે આરોપી ઇકબાલ હાજી દલ, જુનેદ ઇકબાલ દલ, રાહિલ ઇકબાલ દલ, સાહિલ ઇકબાલ લંધા, રમજુ રજાક લંધા, જાકીર રફીક દલ અને ભવાની દિનેશ કાનાબાર એમ સાત આરોપીની અટકાયત કરી હતી

જયારે અન્ય જૂથના આરોપી રમજાન યુસુફ ઉર્ફે મૂડી લંધાણી, અનીશ મહમદ લંધાણી, અહેજાજ મહમદ લંધાણી અને સાહીદ મહમદ લંધાણી એમ ચાર મળીને કુલ ૧૧ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જયારે બાકીના આરોપીની શોધખોળ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat