પાલિકામાં બળવો કરનાર ૧૨ પૈકીના કેટલા સભ્યોને ગેરલાયક ઠેરવામાં આવ્યા ?

મોરબી પાલિકામાં બળવો કરનાર કોંગ્રેસના ૧૨ સભ્યો પૈકી ૭ ને ગેરલાયક ઠરવવામાં આવ્યા છે. આ સાત સભ્યોને ગુજરાત રાજ્ય નામોદીષ્ટ અધિકારી દ્વારા બરતરફ કરવાનો હુકમ ફરમાવામાં આવ્યો છે તેવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે

મળતી વિગત મુજબ મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના ૧૨ સભ્યોએ બળવો કરીને વિકાસ સમિતિની રચના કરી હતી.બાદમાં ભાજપના ટેકાથી સતા સંભાળી હતી જેના લીધે કોંગ્રેસ એ ૧૨ સભ્યોને બરતરફ કરવાની તા.૨૭/૦૭/૨૦૧૬ ના રોજ અરજી કરી હતી. થોડો સમય પછી વિકાસ સમિતિમાં વિવાદ ચાલુ થતા ૧૨ માંથી કેટલાક સદસ્યો ફરી કોંગ્રેસમાં જવાની હિલચાલ શરૂ કરી હતી જેથી ભાજપ જે સદસ્યો ભાજપ સાથે રહેવા રાજી હતા તેની સાથે મળી ભાજપ શાસન પોતના હસ્તક કરી લીધું હતું જેથી કોંગ્રેસ જે ભાજપ ટેકો આપનાર હોય તેવા સદસ્યો ગેરલાયક ઠરે તેના પૂરતા પ્રયાસો કરી રહ્યું હતું

જેમાં સૂત્રો માંથી મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે ગુજરાત રાજ્ય નામોદીષ્ટ અધિકારીએ કોંગ્રેસના બળવા કરનાર સુધરાઈ અમિત ગામી, અનસૂયાબેન ભટાસણા , ચંપાબેન ચૌહાણ, નયનાબેન રાજ્યગુરુ, અનિલભાઈ હડિયલ, મમતાબેન ઠાકર અને વર્ષાબેન પુજારાને ગેરલાયક ઠેરવી સભ્યપદે થી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. તેમજ આ હુકમ અંગે હજુ સુધી સતાવર કોઈ માહિતી નથી પરંતુ આજે આ હુકમ પાલિકા તંત્રને મળી જાય તેવી સંભાવના સેવાય રહી છે પણ એક સાથે ૭ સભ્યો ગેરલાયક જો ઠેરવમાં આવે તો પાલિકાના રાજકારણમાં નવા જૂની એંધાણ થવાની શકયતા છે તે વાત નકારી શકાય નહીં

Comments
Loading...
WhatsApp chat