મોરબીની ફેકટરીમાં લાગેલી આગ પર કેટલી કલાક બાદ કાબુ મેળવાયો ?

મોડી સાંજે લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ અડધી રાત્રી સુધી ધંધે લાગી

મોરબી રાજકોટ હાઈવે પર આવેલી ઓરપેટ કંપનીમાં આજે સમી સાંજના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ફાયરની ત્રણ ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને નવ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

મોરબીની ઓરપેટ કંપનીના પાછળના ભાગમાં આજે સાંજના સુમારે આગ લાગ્યાની જાણ થતા ફાયરની ત્રણ ટીમો દોડી ગઈ હતી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો  આગ સ્ક્રેપના જથ્થામાં લાગી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

તો ઓરપેટ કંપનીમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લાવવા ફાયરની ટીમે નવ  કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી હતી અને ત્રણ ટીમોએ નવ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં સ્ક્રેપનો જથ્થો બળીને ખાખ થયો હતો તેમજ ફાયરની અને લાકડાની શીટોનો જથ્થો બળી ગયો હતો

મોરબી ફાયરની ટીમના હીરાભાઈ, રવિ કરશન,સલીમ નોબે, પીન્ટુ નાગવાડિયા, રાતીલાલ, હર્ષદ પટેલ, અજીતભાઈ, વસીમ અને કુલદીપસિંહે ભારે જહેમત ઉઠાવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

 

Comments
Loading...
WhatsApp chat