પંચાસર ફાયરીંગ-હત્યાના આરોપીઓના કેટલા દિવસના રિમાન્ડ થયા મંજુર ? જાણો…

પંચાસર ગામે ગત સોમવારે થયેલા ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં તમામ છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાતા આરોપીને સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે.

પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા (સદસ્ય તા.પં.) એ છ આરોપીઓને એલસીબી અને તાલુકા પોલીસની ટીમે લજાઈ નજીકથી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી ઝડપી લીધા હતા.

જે તમામ આરોપીને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આરોપીને આગામી સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે. હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરવાના બાકી હોય તેમજ આરોપીઓ હત્યા બાદ ક્યાં ક્યાં ગયા હતા અને કોની પાસે આશરો મેળવ્યો હતો તે દિશામાં પણ તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat