


મોરબીની સબ જેલમાં ગત મોડી રાત્રીના સમયે કાચા કામના કેદીનું મોત થયું હતું. જેના મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ આદરી છે.
મોરબીના ગ્રીન ચોક વિસ્તારનો રહેવાસી આશિષ પ્રવિણભાઈ સોની નામનો કાચા કામનો કેદી સબજેલમાં હોય જેને ગત રાત્રીના ૨ ની આસપાસ તેનું મોત થયું હતું અને તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડવા તજવીજ આદરી છે.
મરણ જનાર દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને દારૂના કેસમાં જ જેલમાં ગયો હતો. વધુ તપાસ માટે રાજકોટ ફોરેન્સીકમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. સબજેલમાં કેદીના મોતથી ચકચાર મચી છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

