જમીન પચાવનારા શખ્શોને પોલીસે કેવી રીતે કરાવ્યું કાયદાનું ભાન ?

નવ આરોપીઓનું સરઘસ શહેરના મુખ્યમાર્ગો પર ફર્યું

 

મોરબીના રહેવાસી અને હાલ બેંગ્લોર સ્થાયી થયેલા યોગેશભાઈ ગોવિંદભાઈ પરમારે જમીન કબ્જા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે અંગે જમીન કબજાના આરોપીઓ સામે ગુન્હો નોંધી બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી ટીમે તપાસ ચલાવી હતી અને આ મામલે અત્યાર સુધીમાં કુલ ૯ આરોપીને દબોચી લેવાયા છે.

મોરબી એલસીબી ટીમ અને બી ડીવીઝનની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી જુસબ ઉર્ફે જુસો ગુલમામદ મોવર, તાજમહમદ ઉર્ફે ડાડો આદમભાઈ મિયાણા અને શેરમહમદ ઉર્ફે શેરો ઈસ્માઈલ મિયાણા, ઇમરાન ઉર્ફે ચકલી રહીમ મોવર, ભરત કાળું ગોગરા, ફારૂક નુરમહમદ ગાલબ અને ઘનશ્યામ નરશી પરમાર એમ સાત આરોપીને દબોચી લેવાયા બાદ આ મામલે વધુ બે આરોપીને ઝડપી લેવાયા છે જેમાં ચંદુભાઈ ઉર્ફે લાલો મોતીભાઈ નગવાડિયા અને ફિરોજ ઓસમાણ બાંભણીયાને ઝડપી લીધા હતા તો અત્યાર સુધીમાં જમીન કબ્જા કેસમાં ધરપકડ આંક કુલ નવ પર પહોંચ્યો છે.

તો આજે ઝડપાયેલા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવ્યું હતું.  એનઆરઆઈની જમીનમાં પેશકદમી કરીને જમીન કબજો કરનારા ઈસમો સામે ફરીયાદ નોંધાયા બાદ રીઢા ગુનેગારોની સંડોવણી હોય જેથી એલસીબી અને બી ડીવીઝન પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લેવાયા હતા તો આજે ઘટનાસ્થળ યોગી પાર્કથી તમામ નવ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ ડીવીઝન-બી ડીવીઝન અને એલસીબી ટીમે સરઘસ કાઢ્યું હતું જે જુના બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat