Billboard ad 1150*250 Billboard ad 1150*250

બાળકોને દાંતોની સારસંભાળ લેવા માટે ડોકટરોએ કેવી આપી સલાહ ? video

સામાન્ય રીતે બાળકોમાં દાતમાં સડો થવો, નાની ઉમરમાં જ દાત ખરાબ થવા અને બાદમાં તેને કાઢી નાખવામાં આવે છે જેની કાળજી રાખવા માટે માતા-પિતા દ્વારા યથાર્થ પ્રત્યન કરવામાં આવે છે ત્યારે રાજકોટ ડેન્ટલ એસોસિએશન દ્વારા મોરબીની સરકારી શાળામાં ખાનગી કંપનીની ટુથપેસ્ટ અને બ્રશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભુલકાઓ બહારનો નાસ્તો, ચોકલેટ જેવી ખાર્ધ વસ્તુ ખાવાના કારણે દાતની સમસ્યા ઉદભવે છે ત્યારે બાળકો નાનપણથી જ દાત કેવી રીતે સાફ કરવા, દાંત ખરાબ ન થાય તે માટે શું કાળજી જે બાબતે રાજકોટ ડેન્ટલ એસોસિએશન દ્વારા એક કેમ્પેઈન ચાલવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની તમામ સરકારી શાળામાં ડેન્ટલ એસોસિએશનના ડોકટરોએ જઈને ટુથપેસ્ટ તથા બ્રશનું વિતરણ કર્યું હતું અને તેના વિષે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.બાળકોએ દાંતની કાળજી કેવી રીતે રાખવી અને દાંતની બારોબાર સફાઈ કેવી રીતે કરવી તે વિષે માર્ગદર્શન મેળવીને ખુશી વ્યક્ત કરી હતી.

જુઓ વિડીયો……………..

Comments
Loading...
WhatsApp chat