મોરબીમાંથી લાપતા બનેલા બને બાળકો કેવી રીતે મળ્યા ?

મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાંથી બે બાળકો સાયકલ પર નીકળ્યા બાદ ગુમ થતા પરિવારે શોધખોળ આદરી છે અને પોલીસને જાણ કરતા પોલીસે તપાસ આદરી છે.જેમાં બને બાળકો રાત્રે હજનાળી પાસેથી મળી આવ્યા છે

મોરબીના રોહીદાસ પરા વિસ્તારના રહેવાસી હર્ષદ દિનેશ બોસીયા (ઉ.વ.૧૨) અને વિપુલ વિનોદભાઈ રસિયા (ઉ.વ.૧૩) એ બંને બાળકો સાયકલ પર રમતા હોય અને સવારે સાડા દસ વાગ્યાના સુમારે બંને અચાનક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ ચલાવી હતી તેમજ બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બાળકોને શોધવા તપાસ ચલાવી છે જેમાં ગત મોડી સાંજે બને બાળકો માળિયા તાલુકના હજનાળી પાસેથી મળી આવ્યા છે

મળતી પ્રાથમિક વિગત મુજબ બને બાળકો બાજુ બાજુમાં રેહ છે સાયકલ પંચર કરવા ગયા હતા ત્યાંથી સાયકલ ચલાવતા ચલાવત દુર નીકળી ગયા હતા અને અને માળિયા તાલુકના હજનાળી ગામ પાસેત થાકી ગયા હતા અને ત્યાંથી પસાર થતા વ્યક્તિના મોબાઈલ માંથી પરિવારનો સમ્પર્ક કર્યો હતો જેથી બને નો પરિવાર ત્યાં દોડી ગયો હતોં અને બને બાળકો હેમખેમ મળી જતા પોલીસે તેમજ તેના પરિવાર રાહ્ન્તો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat