હળવદના ઉદ્યોગપતિએ પુત્રના મોઘાદાટ લગ્ન ને કેવી રીતે તિલાંજલી આપી

વતૅમાન સમય લગ્ન સમારંભમાં પાછળ મોંઘાદાટ ખચૅ કરી પોતાનો મોભો બતાવી પોતાનો વટ પાડતા જોવા મળે છે ત્યારે હળવદ ના અગ્રણી ઉધોગપતિ ના એકનાએક પુત્ર અને ઈન્જિયર અને સાઈન કોટ સ્પિન ના મેનેજીંગ ડાયરેક્ટર યશ ની સગાઈ  રાજકોટ નિવાસી અશોકભાઈ ગરારા ની પુત્રી હેલી સાથે આસ્થા સ્પિન્ટેક્ષ ખાતે રાખવામાં માં આવી હતી, હળવદ અગ્રણી નિતિનભાઈ મહાદેવભાઈ પટેલ ના પુત્ર યશ ની સગાઈ રાજકોટ નિવાસી અશોકભાઈ ની પુત્રી હેલી સાથે રાખી હતી

જયા હળવદ ના અગ્રણી ઉધોગપતિ પટેલ સમાજના આગેવવાન જશુભાઈ પટેલ, હળવદ ધાગધ્ર ના પુવૅ ધારાસભ્ય હીરાભાઈ પટેલ વિનુભાઈ પટેલ સમાજના લોકો એ સમાજ ને નવો રાહ ચિંધવા અને સમય નાણા અને મોંઘાદાટ ઝાકમઝોળ લગ્ન સમારંભ ને તિલાંજલિ આપવા સગાઈ સમારંભ માં દિકરી ના પિતા સાથે વાત કરી રાજીખુશીથી તાત્કાલિક લગ્ન કરવાની હા પાડી દિકરી ના પિતા એ અશોકભાઈ આના થી વતૅમાન સમયમાં ઝાકમઝોળ લગ્ન સમારંભ ને તિલાંજલિ આપી સમય અને નામો બચાવ કરી સમાજ ને નવો રાહ ચિંધયો છે

યશ ના આગામી 12/5/2018 ધામધૂમથી લગ્ન રાખ્યા હતા પરંતુ સમાજ ને નવો રાહ ચિંધવા સગાઈ પ્રસંગે  લગ્ન કરીને તમામ ખર્ચો તિલાંજલિ આપી સમય નાણા નો બચાવ કરી સમાજ ને નવો રાહ ચિંધયો છે આ પ્રસંગે હળવદ ધાગધા ના પુવૅ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, અગણી ઉધોગપતિ પટેલ સમાજના આગેવાન જશુભાઈ પટેલ,વિનુભાઈ પટેલ,હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ, નગરપાલિકાના પ્રમુખ હીના બેન રાવલ, રણછોડભાઈ દલવાડી, વિજયભાઈ જાની, રોટરી કલબ ના પ્રમુખ ચીનુભાઈ ,દાદાભાઈ,કકાલાલ, સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવદંપતિને આશિવાદ આપ્યા હતા હિન્દુ સંસ્કૃતિ મુજબ પ્રમાણે લગ્ન ની તમામ વિધિ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમ આસ્થાસ્પિન્ટેક્ષ ખાતે યોજાયો હતો, સમાજ ને નવો રાહ ચિંધ્યા હતો,

Comments
Loading...
WhatsApp chat