


ઓદ્યોગિક નગરી મોરબી આસપાસ અનેક ઉદ્યોગો આવેલા છે અને ફેકટરીમાં કામ કરતી વેળાએ સર્જાતા અકસ્માતમાં શ્રમિકોના મોત થતા હોય છે આવો જ એક વધુ અકસ્માત હરીપર નજીકની ફેક્ટરી માં સર્જાયો હતો જ્યાં પ્લાયનો થપ્પો માથે પાડતા યુવતીનું મોત નીપજ્યું હતું.
મોરબીના હરિપર કેરાળા નજીકની ફેકટરીમાં અકસ્માતે યુવતીનું મોત થયું હતું જેમાં સુનીતાબેન ભરતભાઈ માલી નામની ૧૯૮ વર્ષની યુવતી હરીપર કેરાળા નજીક આવેલી સનપાર્ટીકલ બોર્ડ નામની ફેકટરીમાં કામ કરતી હોય ત્યારે અકસ્માતે પ્લાયનો થપ્પો તેની પર પડતા ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

