મોરબીમાં સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ

મોરબી જીલ્લા એસ.સી. એસટી કર્મચારી મંડળ દ્વારા આગામી તા. ૧૨ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે અક્ષર પાર્ટી પ્લોટ મોરબી ૨ ખાતે સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાશે જેમાં તા. ૦૧-૦૧-૧૭ ના પછી નિવૃત થયેલ તમામ સરકારી કર્મચારી અને નવ નિયુક્ત થયેલ તમામ વિભાગના સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. તે ઉપરાંત એસટી એસ.સી. કર્મચારી મંડળનો સ્નેહમિલન પણ સમારોહ યોજવામાં આવશે. સ્નેહમિલનમાં જોડાવવા માટે તમામ સરકારીકર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવવા માટે દિલીપભાઈ દલસાણીયા, જયદીપ ગેરેજ ઉપર, વીસી હાઈસ્કૂલ પાછળ મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat