



મોરબી ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં ૩૧૬ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી તે ઉપરાંત શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે પ્રોત્સાહિત કરવા દર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં તાજેતરમાં યોજાયેલા સમારોહમાં જ્ઞાતિના અગ્રણીઓના હસ્તે ૩૧૬ તેજસ્વી તારલાઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ અભ્યાસમાં ઉપયોગી એવી શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
સમારોહમાં સમાજના અગ્રણીઓએ બાળકોને વ્યસનમુક્તિ, સમાજની એકતા અને શિક્ષણ પર ભાર મુક્યો હતો તો ધોરણ ૧૦ માં શાળા પ્રથમ અને જ્ઞાતિમાં પ્રથમ ક્રમે આવેલી ૯૫ ટકા સાથે પાસ થયેલી નગવાડીયા ફાલ્ગુની ભુપેન્દ્રભાઈ અને ધોરણ ૪ માં ૧૦૦ ટકા માર્ક્સ સાથે પાસ થનાર નગવાડીયા ખંજનાં ધર્મેન્દ્રભાઈને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ સમારોહને સફળ બનાવવા શિક્ષણ સમિતિના હોદેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી



