મોરબીના ખાખરાળા સીઆરસીમાં આચાર્ય-શિક્ષકોનો સન્માન સમારોહ

       મોરબીના ખાખરાળા ખાતેના સીઆરસી ખાતે શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં બે આચાર્ય અને છ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા

આજે સી.આર.સી  ખાખરાળા માં મોરબી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ  પારેખ અને  મોરબી બી.આર.સી કો-ઓર્ડિનેટર સંદીપ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખાખરાળા સીઆરસીના બે આચાર્ય અને છ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષકો તેમના વર્ગ કાર્યમાં ખૂબ ઉત્સાહથી કામ કરે તે હેતુથી તેમનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવિષ્યમાં આઠ નહીં પણ બધા શિક્ષકોનું સન્માન થાય એવું આયોજન થાય તેવી મનોકામના સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યકમને સફળ સંચાલન ખાખરાળા સીઆરસી કો-ઓર્ડિનેટર રમેશભાઈ કાલરિયા દ્વારા કરવામાં આવેલ હતું.

Comments
Loading...
WhatsApp chat