યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિજીયોથેરાપી કલીનીક દ્વારા વિશિષ્ટ બાળકોના માતા-પિતાનું સન્માન

સેરેબલ પાલસી એટલે કે માનસિક વિકલાંગ બાળકોને સાચવવા પાછળ જિંદગી ખર્ચી નાખતા માતા-પિતાને સન્માનવા મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિઝિયીથેરાપી ક્લિનિક દ્વારા આજ રોજ સાંજે ૫ વાગ્યે નીલકંઠ વિધાલય ખાતે યોજવામાં આવશે.

જેમાં દરવર્ષે ૬ ઓક્ટોબરના દિવસે વિશ્વ સેરબલ પાલસી ડે ઉજવવામાં આવે છે,સેરેબલ પાલસી એટલે માનસિક વિકલાંગતા, બાળપણમાં કોઈ રોગનો શિકાર બન્યા બાદ અનેક બાળકો સેરેબલ પાલસીનો શિકાર થતા હોય છે ત્યારે આવા વિશિષ્ટ બાળકને સાચવવા માટે માતા પિતા દિવસ રાત્રી જોયા વગર જિંદગી ખર્ચી નાખતા હોય છે અને બાળકની સેવામાં જ ઈશ્વરના દર્શન કરી વિશિષ્ટ બાળકને હરહમેંશા ખુશ જોવા માટે પોતાની ખુશીઓનું બલિદાન આપે છે કારણ કે સેરેબલ પાલસી બાળક પોતાની જાતે કશું કામ કરી શકતું નથી.દરમિયાન મોરબી માં હંમેશા અનોખું અને રચનાત્મક અને વૈચારિક ક્રાંતિ માટે કાર્ય કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા સેરેબલ પાલસી બાળકોના માતા પિતાને સન્માનવા માટે આજ રોજ નીલકંઠ વિધાલય રવાપર રોડ મોરબી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવશે જ્યાં વિશિષ્ટ બાળકોને ભરપૂર મનોરંજન મળે તેવી વ્યવસ્થા કરી ત્યાગ-બલિદાનની મૂર્તિ સમાંન આ વિશિષ્ટ બાળકોના માતાપિતાને અદકેરું સન્માન કરવામાં આવશે .મોરબી માં અંદાજે ૬૦ થી ૭૦ જેટલા સેરેબલ પાલસી બાળકો છે જેમના સુધી પહોંચવા બંને સંસ્થાઓ દ્વારા સેરેબલ પાલસી ડે ઉજવણી કરવા અનોખો કાર્યક્રમ ઘડી કઢાયો છે

Comments
Loading...
WhatsApp chat