મોરબી સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, મહેસાણા સહિતના જિલ્લાઓના જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચનો આપ્યા હતા જેમાં તેમને વાલીઓએ દીકરીઓને ખૂબ ભણાવવી તેમજ વ્યસન મુક્તિ ઉપર ભાર મૂક્યો હતો

આ તકે મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ તેમજ મોરબી વ્યાસ જ્ઞાતિના પ્રમુખ ર્ડા. દિલીપજી પૈજા, સંજયભાઈ ધોળકિયા,મુકેશભાઈ કુકરવાડિયા સહિતના દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજેશ કે.પૈજા એ કર્યું હતું અને મહામંત્રીશ્રી પ્રવિણચંદ્ર એ આભારવિધિ કરી હતી
સમગ્ર આયોજન સફળ બનાવવા પ્રમુખ ડૉ. દિલીપજી પૈજા, મહામંત્રી પ્રવિણચંદ્ર પૈજા તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat