Billboard ad 1150*250

કાદેરીયા યુવા મિત્ર મંડળ દ્વારા સતવારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સાત વાડી વિસ્તારના તેજસ્વી તારલાઓનું શિલ્ડ આપી સન્માન  

Post ad 3

        કાદેરીયા યુવા મિત્ર મંડળ મોરબી દ્વારા તાજેતરમાં વાડી વિસ્તારના સતવારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જે સમારોહમાં કેજી થી ધોરણ ૧૨ સુધીના કુલ ૧૭૦ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

        તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ સાથે સતવારા સમાજના બાળકોએ સ્વચ્છ ભારત અભિયાન નાટક ભજવી તેમજ સાંસ્કૃતિક ડાંસ રજુ કર્યા હતા સમાજના દરેક વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ સમજે અને અભ્યાસ કરીને આગળ વધે તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં સતવારા સમાજના આગેવાન ડો. લક્ષ્મણભાઈ કણઝારીયા, ભાવેશભાઈ કણઝારીયા, કે કે પરમાર, વિજયભાઈ પરમાર, પ્રવીણભાઈ કણઝારીયા, હસમુખભાઈ ચાવડા, યોગેશભાઈ સોનગરા સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

        વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવા કાદેરીયા યુવા મિત્ર મંડળના પ્રમુખ રાજેશભાઈ પરમાર, ઉપપ્રમુખ પ્રભુભાઈ પરમાર અને ખજાનચી રમણીકભાઈ એમ પરમાર સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
Share This
WhatsApp chat