મોરબીમાં વિશ્વ ગ્રાહક દિનની ઉજવણીમાં વેપારી-કર્મચારીઓના સન્માન

 

બોમ્બે સ્ટ્રોક એક્સચેન્જ અને જીલ્લા પુરવઠા વિભાગ મોરબીના સૌજન્યથી વિશ્વ ઉપભોક્તા દિવસની ઉજવણી સંદર્ભે ગ્રાહક જાગૃતિ અર્થે ગ્રાહકોના હક, હિતની જાણકારી આપવા આજે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ ગ્રાહક દિનની ઉજવણીમાં જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, રાજકોટના ન્યાયમૂર્તિ એન.એમ. ધારાણી. અધિક કલેકટર કેતનભાઈ જોષી, ડે. કલેકટર એસ.જે.ખાચર, દમયંતીબેન બારોટ, ડીવાયએસપી બન્નો જોષી, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તો ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેને ગ્રાહક હક વિષે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે કર્મનીષ્ઠ કર્મચારી અને વેપારીનો સન્માન કરવામાં આવ્યા હતા. સમારોહને સફળ બનાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat