Billboard ad 1150*250

મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા દીક્ષાર્થી બહેનોનું બહુમાન-સ્વામીવાત્સલ્ય સંઘ જમણ

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તાજેતરમાં શ્રી સ્વામીવાત્સલ્ય સંઘ જમણનું સતત સાતમાં વર્ષે અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું અને જૈન સમાજ માટે સદાય પ્રેરણારૂપ કાર્યક્રમો કરી રહ્યા છે આ પ્રસંગે સુરેન્દ્રનગરથી પધારેલા ભાવદીક્ષિત બહેનો રિદ્ધિબેન નીતિનભાઈ બેલાણી અને ફોરમબેન પારસભાઈ દોશીનું મંડળ દ્વારા ચાંદીનું શ્રીફળ, પળો આપી બહુમાન કરવામાં આવેલ

Post ad 2

        દશાશ્રી માળી વણિક જ્ઞાતિની ભોજનશાળાના ટ્રસ્ટીગણ અને પ્રમુખ-ઉપપ્રમુખનું સાથ સહકાર બદલ આભારપત્ર આપી કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી, રમણીકભાઈ મહેતાનું બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ સંઘજમણના મુખ્ય દાતા ડી મહેતા વાળા હસમુખભાઈ તથા દિનેશભાઈ અશોકભાઈ અને કિંજલબેન મહેતાનું બહુમાન કરવામાં આવેલ. મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા પોતાના વૈવિધ્યસભર કાર્યોથી જૈન સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય જેથી જૈન સમાજમાં લોકપ્રિય મંડળ કહેવાય છે છેલ્લા સાત વર્ષથી જૈન સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ (ગોચરી), દવા, વ્હીલચેર જેવી જરૂરી ચીજવસ્તુઓ વહેંચવાનું કાર્ય કરે છે તેમજ વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્યે ફૂલ સ્કેપ બૂક વિતરણ, સન્માન અને શિયાળાની સીઝનમાં શુદ્ધ ઘીના અડદિયા વિતરણ વગેરે પ્રવૃતિઓ કરી રહ્યા છે

        મંડળના દરેક કાર્યક્રમોને સફળ બનાવવા ઉત્સાહી હોદેદારો તથા કાર્યકરો પ્રમુખ મનોજભાઈ દેસાઈ, જયભાઈ મહેતા, રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ દોશી, જીતેન્દ્રભાઈ સંઘવી, મુકેશભાઈ ઝાટકીયા, અનિલભાઈ દોશી, અશોકભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ દફતરી, કિશોરભાઈ મહેતા, ડો. ભાવિનભાઈ દોશી, હિતેશભાઈ મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat