Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પ્રજાપતિ યુવાનનું જિલ્લા કલેકટર- ધારાસભ્ય દ્વારા સન્માન

મોરબી નજીકના મકનસર ગામના રહેવાસી પ્રજાપતિ યુવાન વિવિધ કલા કારીગરીમાં માહેર હોય અને તેની વિશિષ્ટ પ્રવૃત્તિ અને કલાને બિરદાવી તાજેતરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે પ્રજાપતિ યુવાનને જિલ્લા કલેકટર અને ધારાસભ્યના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું

મકનસર ગામના રહેવાસી કમલેશ અમૃતલાલ નગવાડિયા નામના યુવાન ક્લે આર્ટ અને સોપારી આર્ટના નિષ્ણાંત હોય જેને સોપારી પર વિવિધ પ્રતિકૃતિઓ બનાવી સૌને અચંબિત કર્યા છે તો તેની કલા કારીગરીને મોરબી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી તાજેતરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયા અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે પ્રજાપતિ યુવાનને વિશિષ્ટ કલા કારીગરી માટે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા બદલ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat