

મોરબીના સેવાસદન નજીક પરપ્રાંતીય યુવાનનું રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ખોવાઈ ગયું હોય જે સામાજિક કાર્યકરને મળી આવતા યુવાનને પર્સ પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે
એમપીના રહેવાસી અને મોરબીમાં મજુરી કામ કરતા જુલુભાઈ ભીમરા નામના યુવાન નટરાજથી લાલબાગ સેવાસદનના રસ્તે જતા હોય ત્યારે તેનું રોકડ રને વિવિધ ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ પડી ગયું હોય જે પાકીટ સામાજિક કાર્યકર વિવેકભાઈ મીરાણીને મળ્યું હતું જેને પાકીટ ચેક કરતા રોકડ ૧૪,૫૦૦ તેમજ પાનકાર્ડ, આધારકાર્ડ અને સર્વિસ હાજરી કાર્ડ સહિતના મહત્વના ડોક્યુમેન્ટ હોય જેથી શ્રમિક યુવાનનો પત્તો લગાવીને ખરાઈ કરી પાકીટ પરત સોપ્યું હતું તો શ્રમિક યુવાનને પાકીટ પરત મળી જતા પ્રમાણિક એવા વિવેકભાઈ મીરાણીનો આભાર વ્યક્ત કર્યો હતો