હળવદ સરકારી આયુર્વેદ દવાખાને હોમિયોપથીક સારવાર નિદાન કેમ્પ યોજાયો

વડાપ્રધાન ના જન્મદિવસ નિમીતે – સ્વસ્થ વ્યક્તિ. સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશ ના ઉદેશ્ય થી જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, મોરબી દ્રારા હળવદ – ભવાનીનગર શાળા નં 10 મુકામે આયુર્વેદ – હોમીયોપથીક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરેલ. આ કેમ્પ માં ચામડીના રોગો, સાંધાના રોગો, સ્ત્રીરોગો, આધાશીશી, પેટના રોગો જેવા રોગોના મળીને કુલ 248 દર્દીઓએ લાભ લીધેલ. ઉપરાંત 0 થી 12 વર્ષના કુલ 396 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા. તથા શાળાના બાળકોને દિનચર્યા અંગેનુ જ્ઞાન આપવામા આવ્યુ.

 

કેમ્પમાં ડૉ. પી. એ. વડાવિયા, ડૉ. જે. ડી. ગરધરીયા, ડૉ. મિલન સોલંકી એ આયુર્વેદ નિષ્ણાત તરીકે તથા ડૉ. એન.સી. સોલંકી – હોપીયોપથીક નિષ્ણાત રહા હતા. કેમ્પને સફળ બનાવવા માટે ભવાનીનગર શાળાના આચાર્ય શ્રી મહાદેવભાઇ, અલ્પેશભાઇ, મેહુલભાઇ, તથા આયુર્વેદ દવાખાના ના શ્રી ચમનભાઇ, જયદીપભાઇ તથા નિશાબેન એ જહેમત ઉઠાવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat