

મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા દર વખતે કઈક નવીન આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજે શાળા ખાતે ન્યુટ્રીશીયસ વિક (પૌષ્ટિક આહાર વિક) ની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને નર્સરી, એલ કેજી અને યુકેજીના બાળકોને પૌષ્ટિક આહાર ખાવાની ટેવ પડે તેમજ બાળકોના શારીરિક વિકાસ માટે નાના ભૂલકાઓ અને તેની મમ્મીએ જુદી જુદી પૌષ્ટિક સલાડ બનાવવાની સ્પર્ધામાં યોજાય.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રસોઈ સો ના એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ નંબર પર ફાલ્ગુનીબેન (રસિયન સલાડ), દ્વિતીય ક્રમે જલ્પાબેન (ઓસમ કેક સલાડ) અને તૃતીય ક્રમે શીતલબેન (પીકોક સલાડ) વિજેતા થયા હતા. કાર્યકમને સફળ બનવા માટે સુમંતભાઈ પટેલ સના મેડમ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.